Genius Daily News
અંકલેશ્વરભરુચ જિલ્લો

ટરપેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર બંને ચાલકો બાદ વધુ બે ઈસમોની ધરપકડ

અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈથી મંગાવેલ ટરપેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર બંને ચાલકો બાદ વધુ બે ઈસમોની ધરપકડ કરાઈ

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈની બીપીસીએલ કંપનીમાંથી રો-મટિરિયલ ટરપેન્ટાઇન ઓઇલ મંગાવ્યું હતું.જે લઈ બે ગાડીઓ આવી હતી.જે બંને ગાડીઓમાંથી 950 કિલો ગ્રામ ટરપેન્ટાઇન ઓઇલ બંને ગાડીઓના ચાલકોએ માર્ગમાં સગેવગે કરી કંપની સાથે 92 હજારથી વધુની છેતરપીંડી કરતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ ગુનામાં સંડોવાયેલ બંને ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.જે બાદ આ ગુનામાં સંડોવાયેલ અનુજકુમાર સંતોષકુમાર યાદવ અને આદિત્ય અંજની સિંગને ઝડપી પાડ્યો હતો.

Related posts

વાગરા: સાયખા GIDC માં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ

admin

આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળ્યો.

admin

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા

admin

Leave a Comment