15 કરોડની ખંડણી માંગનાર સયાજીગંજ પોલીસે સુનિલ મહિડા અને જીતસિંહ રાણાની ખાનગી હોટેલ પરથી ધરપકડ કરી હતી.પ્રદૂષણના ખોટા આક્ષેપ લગાવી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી.સુનિલ મહિડા કારમાં લાલ-ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે હોટેલ ખાતે પહોંચતા પોલીસે શંકાના આધારે છટકું રચ્યું હતું.કંપની ડાયરેક્ટરે વાતચીતની ઓડિયો ક્લિપ એકઠી કરી પોલીસને ફરીયાદ કરી હતી.આરોપીઓ ખોટા દાવાથી પોતાને એનજીટી અધિકારીના પ્રભાવશાળી વ્યક્તિ દર્શાવતા હતા.ઘટનાનો મૂળ કિસ્સો 22 ઓક્ટોબરનો છે.જેમાં સુનિલ મહિડા કંપની ખાતે વાતચીત કરવા આવતા CCTVમાં કેદ થયા હતા.સયાજીગંજ પોલીસે વધુ બે બાઉન્સરોની પણ શોધખોળ શરૂ કરી છે.પોલીસે આરોપીઓના રાજકીય કનેક્શન અને અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ તેજ કરી છે.

