ઉના શહેરની મધ્યમમાં આવેલ હિરા તળાવ તેમજ તેમની બાજુમાં આવેલ બગીચાની મુલાકાત ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ લીધી. બગીચાને ફરતે આવેલ લાઈટો તેમજ બગીચામાં રમત ગમત માટે આવતા નાના ભુલકાઓ તથા વડીલો વૃદ્ધો માટે રમણીય બગીચો હોય અને તળાવ ને ફરતે લાઈટો આવેલી છે. ખરાબ થયેલ લાઈટોના પોલને બદલી નાખવા તેમજ નવુ વાયરિંગ ફિટિંગ કરવા ઉનાના ધારાસભ્યશ્રી એ નગરપાલિકાના રોશની વિભાગના અધિકારીશ્રી છગનભાઈ ને સુચના આપી હતી. રીપોર્ટર ભાલીયા માધુ ઉના

