યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો દ્વારા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાયો હતો.જેમાં 8 ઉમેદવારને રોજગાર અને 5 ઉમેદવારને એપ્રેન્ટીસ તરીકે પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો દ્વારા ચમેલી બાગ,કમાટી બાગની સામે ,યુનીવર્સીટી ગેસ્ટ હાઉસની બાજુમા ,વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેલાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા 4 નોકરીદાતા દ્વારા 50 થી વધુ ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યા માટે બીઈ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એમબીએ ,એમએ અને એમ કોમની લાયકાત ધરાવતા 25 જેટલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા.જેમાંથી 8 ઉમેદવારને રોજગાર અને 5 ઉમેદવારને એપ્રેન્ટીસ તરીકે પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી.તેમજ ઉમેદવારોએ ઓનલાઈન નામ નોંધણી કરાવીને અને ફ્રીમા કાઉન્સેલીંગ સેવાનો લાભ લીધો હતો.ભરતી મેલામા યુઈબીના નાયબ વડા અલ્પેશ ચૌહાણ દ્વારા ઉમેદવારોને વિદેશમા રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે તકો તેમજ કાઉન્સેલીંગ જેવી ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગાર લક્ષી અનુબંધમ અને એનસીએસ ઓનલાઈન પોર્ટલ અંગે નિ:શુલ્ક માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

