43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાને ફરી દિલ્હી દરબારમાં ગૌરવ, 94 વર્ષીય ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ

વડોદરા શહેરને ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મળ્યું છે. શહેરના 94 વર્ષીય જાણીતા ગુજરાતી ભાષાના વ્યાખ્યાનકાર અને લોકસાહિત્યના સંવર્ધક ધાર્મિક પંડ્યાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ સન્માન મળતા તેમના પરિવારજનો અને શુભેચ્છકોમાં ખુશી જોવા મળી હતી. પદ્મશ્રી એવોર્ડ અંગે ધાર્મિક પંડ્યાએ જણાવ્યું હતું કે આ સન્માન ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે છે. પ્રેમાનંદ અને નરસિંહ મહેતા જેવા મહાન કવિઓના યોગદાનને તેમણે સ્મરણ કર્યા હતા અને ગુજરાતી ભાષાની ગરિમા જાળવવાની અપીલ કરી હતી.

પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી સંભાળતા તેમણે આ ક્ષેત્ર પસંદ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. “શરૂઆતમાં કામ અઘરું લાગે છે, પરંતુ મહેનત અને સમર્પણથી આગળ વધીએ તો સફળતા મળે,” તેમ તેમણે ઉમેર્યું હતું.

પદ્મશ્રી એવોર્ડથી વડોદરા શહેરનું નામ ફરી એકવાર દેશભરમાં ઉજાગર થયું છે.

Related posts

ડભોઇ તાલુકાના પલાસવાડા પાસેથી ટેમ્પોમાં લઇ જવાતા 23 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

admin

ઝઘડા ની અદાવત રાખી ત્રણ ચાર ઈસમો જીઆઇડીસીમાં આવેલ ટ્રના ઓ એન્જીનિયરિંગ કંપનીમાં લાકડી લઈ હુમલો કરવામાં આવ્યો

admin

વડોદરા મહાનગરપાલિકાના પાપે અંતિમક્રિયા માટે વલખાં મારતા પરિજનો !

admin

Leave a Comment