30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

દાહોદમાં છ વર્ષની બાળકી પર થયેલ બળાત્કારનો પ્રયાસ અને હત્યાના મામલે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી

છ વર્ષની બાળકીના કથિત બળાત્કાર અને હત્યાનો કેસ ઉકેલવા માટે દાહોદ પોલીસે અલગ વ્યૂહરચના અપનાવીને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી લીધી.

સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં પોલીસે જે શાળામાં બાળકી ભણતી હતી તેના આચાર્ચની ધરપકડ એ બાળકીના હત્યાના આરોપ હેઠળ કરી છે. પોલીસે સમગ્ર મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) મુજબ ગુનો નોંધીને તપાસ કરી રહી છે. લિમખેડા તાલુકાના એક ગામમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરૂવાર 19 તારીખે ગુમ થઈ ગઈ હતી. છોકરી શાળાએ ગઈ હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.

તેના પરિવારો બાળકીને શોધતાં શોધતાં શાળામાં પહોંચ્યા ત્યારે તે શાળાના ઓરડાઓ અને કંપાઉન્ડની દિવાલની વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારના સભ્યો બાળકીને લિમખેડા સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પોલીસે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ફોરેન્સિક ટીમ, ફિંગરપ્રિન્ટ ઍક્સ્પર્ટ ટીમ અને ડૉગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી, પરંતુ કોઈ મહત્ત્વની કડી મળી નહોતી.

આખરે, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અને સ્પેશયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) સહિત 10 ટીમ બનાવીને તેમને કેસની તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વીર ભગતસિંહ ની પ્રતિમા પાસેથી કેન્ડલ માર્ચ યોજી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા સાથે આ સત્તામાં બેઠેલા અધિકારીઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા સાથે વીર ભગતસિંહ ની પ્રતિમા પાસેથી ગાંધીનગર ગ્રુહ સુધી પદયાત્રા કરવામાં આવી હતી અને સાથે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા આ કેન્ડલ માર્ચ માં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર, સાથે સ્થાનિક નગર સેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કેન્ડલ માર્ચ માં જોડાયા હતા

Related posts

The Ultimate Guide to Free Roulette

admin

ગોંડલથી સુરત જઈ રહેલી મમરા ભરેલી આઇસર ટ્રક ધન્યાવવી ચોકડી પાસે પલટી ખાઈ ગઈ

admin

વડોદરામાં ગાંધીજી પરના સંગ્રહથી જાણીતા તેમજ હાઉસ મ્યુઝિયમનો કોન્સેપ્ટ પ્રચલિત કરનાર અતુલ શાહ પાસે છે જેમાં 1947ને લગતું ખાસ કલેક્શનનું એક્ઝિબિશન કરવામાં આવ્યું

admin

Leave a Comment