ATM માથી લોડ કરવાના રૂપિયા 9.99 લાખની ચોરી કરનાર અક્ષય માળી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ
ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
વડોદર ના ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.એન. લાઠીયા તથા સેકન્ડ પો.ઇન્સ. એલ.પી.ભારાઈ ના સુચના આધારે ગોરવા પોલીસ ટીમને મિલકતા વિરૂધ્ધના ગુનાઓ કરતા આરોપીઓને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી હતી ત્યારે ગોરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ICICI બેંકના ATM માંથી પૈસા ભરેલ કેસેટ (બોક્ષ) જેમાં રૂપિયા ૯.૯૯,૦૦૦/- હતા તે કામ કરતા સ્ટાફ અક્ષય માળી રહે:-ગોરવા ગામ માળી મહોલ્લો, વડોદરા શહેરનાઓએ ચોરી કરેલ અને રોકડ રકમ સાથે તેના પોતાના ઘરે હાજર હતા પોલીસે તેમના ઘરે તપાસ કરતા ઇસમને રોકડ રૂપિયા ૯,૯૯,૦૦૦/- સાથે ધરપકડ કરી પકડી ગોરવા પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી આરોપી અક્ષય માળી પાસેથી રોકડા રૂપિયા 9.99 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

