વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન એક અને ઝોન ચાર દ્વારા ગુમ થયેલા અથવા તો ચોરી થયેલા આશરે 58 લાખની કિંમતના મોબાઈલ ફોન મૂળ માલિકોને અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
છાણી ખાનગી પાર્ટી ખાતે વડોદરા શહેર પોલીસના ઝોન 1 અને ઝોન 4 દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ નાગરિકોને સરળતાથી લોન મેળવવામાં મદદ કરવાનો હતો.આ ઉપરાંત, “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ચોરાયેલા અથવા ગુમ થયેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન જેવી કિંમતી વસ્તુઓ થઈ કુલ 58 લાખ ના ની વસ્તુઓ અસલી માલિકોને પરત કરવામાં આવી હતી. આ પહેલથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી જન્મી હતી.આ પ્રસંગે ઝોન 1 ના જૂલી કોઠિયા મેડમ અને ઝોન 4 ના પન્ના મોમાયા મેડમ સહિત બંને ઝોનના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર પોલીસ દ્વારા આવા સરાહનીય કાર્યો નિયમિતપણે કરવામાં આવે છે, જે સુરક્ષા અને સામાજિક જવાબદારી બંને ક્ષેત્રે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

