Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નશો કરી વાહન ચલાવનાર ઇસમો સાથે સંવાદ કરી નશામુક્તિ અંગે શપથ લેવાના સુધારણા કાર્યક્રમનુ આયોજન કરતી વડોદરા શહેર પોલીસ.

વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત કેફી પીણાનુ સેવન અને નશો કરી વાહન હંકારી અકસ્માતના બનાવો બનતા અટકાવવા તેમજ નાગરીકોની સલામતી અંગે નશો કરી વાહન ચલાવતા ઇસમોમા નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા, ટ્રાફિકના નિયમોનુ પાલન કરાવવા અંગે માનનીય પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા ગઇ તા.૧૪/૦૩/૨૦૨૫ ના રોજ ડ્રિંક એન્ડ ડ્રાઇવ અંગે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ જેમા વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમા ૩૧ ઇસમો સામે ગુના નોંધાયેલ હોય જે તમામ ઇસમોને નશાથી થતા ગેરફાયદાઓ જેમ કે, પરીવારની આર્થિક પાયમાલી, નશો કરી વાહન હંકારી અકસ્માત થતા નિર્દોષ નાગરીકોના મોત થવાની સંભાવના અને અકસ્માતથી ઇજા પામનાર વ્યક્તિને શારીરીક તકલીફ થવાની સંભાવનાઓ અંગે સમજ કરેલ તેમજ ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ નશો કરી વાહન ચલાવવા અને અકસ્માત સર્જવાથી લાગુ પડતી સજાની જોગવાઇની પણ સમજ આપવામા આવેલ તેમજ નશામાંથી મુક્ત થવા તેમજ ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ ભવિષ્યમા નશાની બદ્દીથી દુર રહી નશો નહી કરવા અંગે સમજ કરી તેમજ આ બાબતે તેઓને શપથ લેવડાવવા અંગે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

Related posts

વડોદરા શહેર માંજલપુરના રાજાનું ભવ્ય આગમન

admin

ખોડીયારનગર ખાતેની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક તરીકે આવી દુકાનદારની નજર ચુકવી સોનાની ઢાળકીઓની ચોરી કરી લઇ જવાના ગુનામાં સંડોવાયેલ ઇરાની ગેંગના એક આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

admin

વડોદરા શહેરના વડસર બ્રિજ પર બે ફોરવીલર વચ્ચે ટક્કર – ભારે ટ્રાફિક જામ

admin

Leave a Comment