વડોદરામાં નવરાત્રીની ઉજવણીના થનગનાટ વચ્ચે પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે નવરાત્રીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે આજે વડોદરા પોલીસે ‘શક્તિ’ પ્રદર્શન યોજાયું હતું.શક્તિનાં પર્વ પહેલાં પોલીસ તંત્રએ અસામાજિક તત્ત્વોને કડક સંદેશ આપવા અને નાગરિકોને સુરક્ષાની ખાતરી આપવા માટે વિશાળ ફ્લેગ માર્ચ યોજી હતી. ચારેય ઝોનમાં યોજાયેલી આ શક્તિ ડ્રિલમાં અશ્વદળ,બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ જોડાઈ હતી.પોલીસના શક્તિ પ્રદર્શનથી નાગરિકોમાં વિશ્વાસનો માહોલ સર્જાયો હતો.વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, નવરાત્રિ મહોત્સવ દરમિયાન નાગરિકો નિશ્ચિંત રહી માં શક્તિની ભક્તિ અને ગરબા રમી શકે તે માટે પોલીસ ચુસ્ત તૈયારીમાં અને સજ્જ છે.

