27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી

વડોદરા શહેરમાં અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સુચનાઓ આપવામાં આવે છે ત્યારે અમોએ મ્યુનિસિપલ કમિશનર શ્રી ને ટુંક સમય પહેલાં અલગ અલગ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ વિગતવાર 2000 ફોટા ગ્રાફ આલ્બમ આપ્યો હતો ત્યારબાદ 13/1/2025 નાં રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનર શ્રી ને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ત્યારે અમોને અધિકારીઓ દ્વારા ખોટાં લેટર મોકલી કાગળ પર કામગીરી બતાવી હતી હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે આજ રોજ પુરાવા રૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે આવા ભ્રષ્ટ અધિકારીઓનાં પાપે વડોદરા શહેર કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે હાલમાં બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનને આવક ઉભી થઇ શકે છે તેનાથી રોડ રસ્તા પીવાના પાણી તેમજ ડ્રેનેજ ની વ્યવસ્થા ઉભી થઇ શકે છે અને નાગરિકોને તમાંમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં રાહત મળી શકે છે તેથી અમે સામાજીક કાર્યકર તરીકે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે હાલમાં દરેક સ્થળે પુષ્કર પ્રમાણમાં બેનરો લગાવીને કદરૂપું વડોદરા જોવા મળે છે ત્યારે આવાં ભષ્ટ્ર અધિકારીઓ (જે જમીન મિલકત કોમર્શિયલ શાખાના છે) તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી કમલેશ પરમારે માંગ સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે સુચનાઓ આપવામાં આવે અને કડકમાં કડક નિયમો જાહેર કરીને તમાંમ બેનરો જપ્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી

Related posts

વડોદરા મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શાલિની અગ્રવાલે સંભાળ્યો ચાર્જ

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી સુસેન ચાર રસ્તા પાસે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી….

admin

બાળક સાથે પિતા ન હોત તો વધુ શારીરિક ઈજા પહોંચતી અકોટાના રાધાકૃષ્ણ ગાર્ડનમાં શેરી કૂતરાનો બાળક પર હુમલો

admin

Leave a Comment