Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મેં જન્મ જયંતી નિમિત્તે એકતા નગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી….

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા (એકતાનગર) ખાતે ઉપસ્થિત છે. આજે પ્રવાસના બીજા દિવસે, વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મુવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે, જેમાં BSF, CISF, ITBP, CRPF, SSB, તેમજ જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ થઈ છે. પરેડનું નેતૃત્વ 100 જેટલા સભ્યોની હેરાલ્ડિંગ ટીમ કરશે. જેમાં ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાશે. આ ઉપરાંત, 9 બેન્ડ કન્ટીજન્ટ્સ કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવશે. ગુજરાતના બે રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બે સ્કૂલનું બેન્ડ ડિસ્પ્લે પણ યોજશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા ના મેયર, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સાથે સ્થાનિક નગર સેવકો, અને પાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા

Related posts

સમા વિસ્તારના રહીશોની મ્યુનિસિપલ કમિશનરને ફરી એક વાર રજૂઆત

admin

કાંસને અડીને બનાવેલી ત્રણ માળની ઈમારત દૂર કરવાની કાર્યવાહી શરૂ

admin

વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા ભારત દ્વારા કેન્સર જાગૃતતા કાર્યક્રમનું આયોજન

admin

Leave a Comment