વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મહેશ બાબુએ શહેરમાં ઉર્જા બચત અને પર્યાવરણ જાળવણી માટે સોલર ટ્રી ના નવા કોન્સેપ્ટ વિશે માહિતી આપી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે અંદાજે 130 કરોડ જેટલું વીજળીનું બિલ ભરે છે. આ ખર્ચને ઘટાડવા અને પર્યાવરણની જાળવણીના મુખ્ય ઉદ્દેશ સાથે પરંપરાગત ઉર્જા સ્ત્રોત ને બદલે સૌર ઊર્જા પર ભાર મૂકવામાં જઈ રહી છે. શહેરમાં જા ઓછી જગ્યા છે અથવા ગાર્ડન અને ટ્રાફિક સર્કલ જેવી જાહેર જગ્યાઓ છે ત્યાં કુદરતી વૃક્ષો જેવા દેખાતા સોલર ટ્રી લગાવવામાં આવશે આ સોલર ટ્રી ઉર્જા ઉત્પન્ન કરશે સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે. આ માટે પાલિકા તબક્કાવાર કામગીરી કરવા જઈ રહી છે જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ત્રણ જગ્યાએ ટ્રાયલ તરીકે લગાવવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં 12 અને ટોટલ 36 જેટલી જગ્યાઓ પર આ સોલર ટ્રી લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને પાલિકાની ખર્ચ તથા આવકને પણ ઘટાડી શકાય અને પર્યાવરણને પણ નુકસાની માંથી બચાવી શકાય. જંતર પાલીતાણા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વધુ માહિતી આપી હતી.

