કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.ત્યારે વડોદરા એનએસયુઆઈ દ્વારા પણ વોટ ચોરી અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વોટ ચોરી અંગે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.એમ.એસ. યુનિવર્સિટીના એક્સપરિમેન્ટલ ગેટ ખાતે વોટ ચોરી અંગે વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટકાર્ડ લખાવી વોટ ચોરી અંગે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત કાર્યકર્તાઓએ આવતા જતા વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટકાર્ડ લખાવ્યું હતું.

