ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા દર વર્ષે ડીજીપી કપની અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જે પૈકી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા રેન્જની ટીમ વિજેતા બની હતી.
પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેશ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે અને રમત ગમતની પ્રવુતિને પ્રોત્સાહન મળે તથા વિવિધ રમતો માટે સારી પ્રતિભા ધરાવતા રમતવીરો ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી અધિક પો મહાનિર્દેશક દ્રારા ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે અલગ અલગ રમતોનુ આયોજન કરવામાં આવે છે. જે રમતો પૈકી ફૂટબોલ સ્પર્ધા એસ.આર.પી જૂથ -2 અમદાવાદ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.આર.પી કમબાઈન્ડ ,વડોદરા શહેર,રાજકોટ શહેર ,બોર્ડર રેન્જ,ભાવનગર રેન્જ,જેલ વિભાગ અને વડોદરા રેન્જ આમ કુલ -7 ટીમોએ ભાગ લીઘો હતો. જેમા ફાઈનલ મેચ એસ.આર.પી ટીમ અને વડોદરા રેન્જ ટીમ વચ્ચે રમાઇ હતી. જેમા વડોદરા રેન્જ ટીમે એસ.આર.પી ટીમને 1-0થી હરાવી હતી. તેમજ આ સ્પર્ધામાં વડોદરા રેન્જ ટીમના પ્લેયરોને અલગ અલગ ટ્રોફીઓથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. પ્લેયર ઑફ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુરના હિતેશભાઇ તેરસિંગભાઇ રાઠવા તથા બેસ્ટ ગોલકીપર કલપેશભાઈ રાયસીગભાઈ રાઠવા તેમજ બેસ્ટ ફોરવર્ડ કવલભાઇ સાગરભાઇ ડાભી વર્ષ -2024નો ડી.જી.પી કપ વિજેતા થઈ પહેલીવાર ફૂટબોલ રમતમાં વડોદરા રેન્જ ટીમ ચેમ્પિયન બન્યું છે. વડોદરા રેન્જની ટીમ વિજેતા બનતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ દ્વારા વડોદરા રેન્જની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

