૧૫ વર્ષનાં ગોધરાનો એક બાળક તા.૨૮/૧૦/૨૫નાં રોજ સાંજના સમયે ઘર આંગણે ફટાકડા(સૂતળી બોમ્બ) ફોડતી વખતે સ્ટીલનું વાસણમાં મૂકીને ફોડતાં આ દરમિયાન અચાનકથી વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને સીધો નાક અને આંખના ભાગમાં ઘૂસી ગયો હતો.જેના માટે એને પહેલાં ગોધરા સિવિલ હોસ્પિટલ્માં લઇ ગયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી. માં રિફર કરવામાં આવ્યો હતો.જ્યાં કાન,નાક અને ગળાંના વિભાગની ટીમે સીટી સ્કેન કરાવી ટૂકડાની સ્થિતિ જાણી હતી. ટૂકડો નાકને ચીરીને સાયનસને નુકસાન પહોચાડી આંખ સુધી પહોચી ગયો હતો.સદ્ભાગ્યે આંખ બચી ગયી હતી.એજ રાત્રે ઇ.એન.ટી. અને એનેસ્થિસીયાની ટીમે મહા મહેનતે ઓપરેશન કરીને સફળતાપૂર્વક ટૂકડો કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો.હાલમાં બાળકની સ્થિતિ સુધારા પર છે.આવી ઘટનાઓ સમાજ માટે દાખલા રૂપ છે કે બાળકો જ્યારે ફટાકડા ફોડતાં હોય તો મોટાઓની દેખરેખ હેઠળ ફોડવા જોઇએ.

