30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વામિત્રે સુભાષ નગર ખાતે થયેલી ઘટના ને લઈને પરિવારજનોને યોગ્ય ન્યાય ન મળતા તેઓ આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા અને ન્યાયની માંગણી કરી હતી

અમારા દિકરાનું મર્ડર થયેલ છે અને અમારા પતિને પણ ચાકુના ઘા જાંગની જગ્યાએ મારવામાં આવેલ છે. આમ, સામેવાળા વ્યકિતને કોઈપણ પ્રકારની ઈજા થયેલ નથી. તો પણ અમારા પતિ પર -૩૦૭ ની કલમ લગાડવામાં આવી છે. આમ, આ બાબતમાં ચાર વ્યકિતઓની ઘરપકડ કરવામાં આવેલ છે. પરંતુ, બીજા ચાર આરોપીઓ નામે (૧) સાગર સરદાર (૨) રાહુલ અને (૩) રાજા (૪) થી વ્યકિતનું નામ અમને ખબર નથી. પરંતુ, આ ચોથી વ્યકિત ખિસકોલી સર્કલ, કલાલી, વડોદરામાં રહે છે. અમે આ બાબતે પોલીસને જાણ કરી હતી ત્યારે, કોઈપણ આ વિષયમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ ઉપર જણાવેલ બધા જ વ્યકિતઓ રીક્ષા ડ્રાઈવર છે અને તેઓ મારક હથીયારો લઈને જ આવેલ હતા.તેઓના નામ, તેમજ રીક્ષા નંબર આપેલ છે.પરંતુ, આ બાબતે કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. રાવપુરા પોલીસ સ્ટેશને અમારા પતિને-૩૦૭ જેવી ગંભીર પ્રકારની કલમ લગાડેલ છે અને આરોપીની સાથે ભેગા મળીને, ભીનું સંકેલી રહેલ છે અને અમને ઘરનાંજ ચાર જણને પકડીને લાવેલ છે, અને જે બહારના રીક્ષા લઈને મારવા માટે આવેલા ચાર વ્યકિતઓને આજ દિન સુધી ધરપકડ કરેલ નથી. રાવપુરાના વહીવટદારે આરોપીઓ સાથે બહુ જ મોટો વહીવટ કરી લીધેલ હોય તેમ લાગે છે. એમ જાણવા મળેલ છે. ત્યારે પરિવાર અને સ્વજનો આજે મોટી સંખ્યામાં પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અને સામે વાળો હજી ચાર લોકોને મારવાની મારવાડી ધમકી આપી રહ્યો છે ત્યારે આજે પરિવારને ન્યાય મેળવવા માટે પોલીસ કમિશનને રજૂઆત કરવા પહોંચ્યા હતા

Related posts

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું વડોદરા ખાતેના ઉદ્ધાટન.

admin

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો

admin

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાર્કિંગ જેવી નજીવી બાબતે યુવક પર ચાકુથી હુમલો

admin

Leave a Comment