37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
Uncategorized

વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હવામાનમાં પલટો આવી વરસાદ વરસ્યો

સમી સાંજે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હવામાનમાં પલટો આવી વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરીજનોને બફારા તેમજ ગરમી માંથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ .

હવામાન વિભાગની આગાહી મુજબ જ વડોદરા શહેરમાં વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા દીબાંગ વાદળાઓ બંધાયા હતા અને હવે સમી સાંજે વરસાદનું આગમન થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

જતા જતા પણ મેઘરાજા વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોને ધમરોડી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા ચાર એક દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. ગઈકાલે દશેરા પર્વમાં પણ મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા.

આજે ફરી એકવાર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના સયાજીગંજ, ગોરવા, અકોટા, કલાલી, વાઘોડિયા, ગેંડા સર્કલ, ઉંડેરા, સમતા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સમી સાંજે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હવામાનમાં પલટો આવી વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરીજનોને બફારા તેમજ ગરમી માંથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

Related posts

જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશ્યેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાયો.

admin

ગોપાલના ગઠિયાના પડીકામાંથી મૃત ઉંદર નીકળ્યો

admin

મકરસંક્રાતીના પર્વને અનુલક્ષીને નાગરિકો તથા અબોલ પશુ-પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને તથા શાંતિ, સલામતી અને સુરક્ષા માટે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો

admin

Leave a Comment