27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વેસ્ટન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેનના આહવાન પર વેસ્ટન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

યુપીએસની ખામીઓ દૂર કરવા તમામ રેલવે કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમની જેમ ગેરેન્ટેન્ડ પેન્શન આપવા રેલવેમાં પદોના સોજા પર નો પ્રતિબંધ હટાવીને નવી જગ્યા ઉપર ભરતી કરવા રેલવેમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે અને લાઈવ પોસ્ટને નાબૂદ કરવાની પ્રક્રિયા બંધ કરવા સહિતના વિવિધ પડતર પ્રશ્ને અગાઉ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી. જેથી કરીને ફરી એક વખત નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેનના આહવાન પર તારીખ 17 મી માર્ચ થી 24 મી માર્ચ સુધી વડોદરા ડિવિઝનમાં આવતા તમામ રેલવે સ્ટેશન ઉપર વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સોમવારે પ્રથમ દિવસે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં વેસ્ટન રેલ્વે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ સહિતના હોદ્દેદારો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

Related posts

પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા આસપાસની સોસાયટીઓમાં પાણીની રેલમછેલ થઈ

admin

લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજવી ઠાઠ સાથે ગુડી પડવાની ઉજવણી

admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ₹150ની બાબતને લઈ યુવક પર જીવલેણ હુમલાનો આક્ષેપ

admin

Leave a Comment