Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વોર્ડ 4 કચેરીમાં વધુ એકવાર બોગસ જન્મનો દાખલો મળી આવતા મહિલાની અટકાયત

વોર્ડ 4 કચેરીમાં વધુ એક જન્મનો બોગસ દાખલો ઝડપાયો : મહિલાની અટકાયત
વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નં. 4ની કચેરીમાં બોગસ જન્મના દાખલાનું કૌભાંડ અધિકારીઓની સજાગતાથી ઝડપાયું છે. સયાજીપુરા વિસ્તારની મહિલાના પતિએ પોતાની બાળકીનો જન્મનું સર્ટિફિકેટ રૂ.500માં બનાવ્યું હોવાની ચોકાવનારી વિગત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વારસિયા પોલીસે મહિલાની અટકાયત કરીને સઘન પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના વિવિધ વિસ્તારમાં જન્મના બોગસ દાખલા કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અગાઉ શહેરના દક્ષિણ વિસ્તારમાં પણ જન્મ મરણ કચેરીએથી અન્ય એક વ્યક્તિ પણ રૂપિયા 500માં તરસાલીના સ્થાનિક ઝેરોક્ષવાળા પાસેથી મેળવ્યું હોવાની વિગતો ખુલી હતી. ત્યારબાદ શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નંબર ચારની કચેરીમાં પણ સયાજીપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા બાળકીને લઈને તેનું આધારકાર્ડ કઢાવવા આવી હતી. ચકાસણી અંગે મહિલાએ સ્થાનિક અધિકારીઓને જન્મનો સુરત ખાતેનો દાખલો રજૂ કર્યો હતો. પરંતુ સ્થાનિક કચેરીના સતર્ક અધિકારીઓ દ્વારા જન્મના દાખલાની ચકાસણીમાં ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે મારી દીકરીનો જન્મનો દાખલો મારા પતિએ રૂપિયા 500માં કઢાવ્યો હોવાનું કહ્યું હતું.

Related posts

77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું..

admin

એસ એસ જી હોસ્પિટલના રુકમણી ખાતે સિક્યુરિટી દ્વારા લોકો સાથે ગેરવર્તન મામલો

admin

વિશ્વામિત્રી નદી શુદ્ધ થાય, અને નદી માં વસતા જળચર પ્રાણીઓ સુરક્ષિત રહે, પર્યાવરણની જાગૃતિ, હેરિટેજ બચાવો, વાઇલ્ડ લાઇફ અને ડોમેસ્ટિક એનિમલ વિશે જાગૃતિ ફેલાય તે સંકલ્પ સાથે વડોદરા થી કેરલમાં આવેલ શબરીમાલા અય્યપા મંદિર સુધી પદયાત્રા

admin

Leave a Comment