રાજકોટ ખાતે આવેલ બી ટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે તારીખ 27 /5 /25 તેમજ તારીખ 28 /5 /25 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય દિન નિમિત્તે નિશુલ્ક મહિલા સ્વાસ્થ્ય ફ્રી ચેક અપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ ના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખી રાજકોટના તજજ્ઞ મહિલા તબીબો દ્વારા મહિલાઓ ના નિશુલ્ક હિમોગ્લોબીન ટેસ્ટ તેમજ હિમોગ્લોબીન દવાઓ તથા નિશુલ્ક યુરોલોજી તપાસ અને ન્યુ સુલ્ક બ્લડપ્રેશર તપાસ અને સુગર ટેસ્ટ તેમજ નિશુલ્ક નેફોલોજી તપાસ તજજ્ઞ ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી આમ મહિલાઓ માટે સ્વાસ્થ્યની ફ્રી ચેક અપ કરવામાં આવ્યું હતું તથા મહિલા સ્વાસ્થ્ય અનુલક્ષીને એક લેક્ચર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તબીબીઓ ડોક્ટર સોમ્યા ઐયર તથા ડોક્ટર વ્યોમા ત્રિવેદીએ પોતાની સેવા આપી હતી સાથે મહિલાઓને હેલ્થ સંબંધી જાણકારી અને સાવચેતી માટેની જાણકારી લેક્ચર આપવામાં આવી હતી રાજકોટ સ્થિત બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં આવા સેવા લક્ષ્ય ઘણા કેમ્પોનું આયોજન સમાય અંતરે કરવામાં આવે છે જે અન્વયે આજે ખાસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી મહિલાઓના સ્ત્રીરોગો વિશે તબીબ દ્વારા મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવી રીતે બી ટી સવાણી કિડની હોસ્પિટલ નું આ સેવાકીય કાર્ય ખરેખર પ્રશંસનીય છે કારણકે આજે મહિલાઓ ને પૂરતું માર્ગદર્શન ના મળવાને કારણે મહિલાઓ ભયંકર રોગોના ભોગ બનતા હોય છે ત્યારે આવી આરોગ્ય સંસ્થાઓ પોતાનું આવું કરે છે જે ધન્યવાદને પાત્ર છે તેવી લોક પ્રશંસા થઇ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા દીપેન ભાઈ તેમજ પુરા આરોગ્ય સટાફ ભારે જહેમત ઉઠાવી હતી.
બ્યુરો ચિફ : નરેન્દ્ર રાઠોડ, રાજકોટ

