Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

જંગલ ખાતાના ત્રાસથી કંટાળીને જાંબુથરા ગામના બે યુવાનોએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

જંગલ ખાતાના ત્રાસથી કંટાળીને જાંબુથરા ગામના બે યુવાનોએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ વિસાવદર તાલુકાના નજીક આવેલા જાંબુ થાળા ગામમાં કેટલાય સમયથી વસવાટ કરતા સલીમ ઇસ્માઇલભાઈ બ્લોચ ઉંમર વર્ષ 45 તથા હનીફ દાદમહમદભાઈ બ્લોચ ઉંમર વર્ષ 40 આ લોકોને ફોરેસ્ટ અધિકારી દ્વારા અવારનવાર જંગલ વિસ્તારમાંથી બહાર નીકળી જવા માટે કનડગત કરવામાં આવતી હોય જેના માટે જાંબુથાળા ગામના આ યુવાનો તથા અન્ય આગેવાનો અગ્રણીઓ સાથે આ જંગલ ખાતાના ત્રાસની ફરિયાદ કરવા માટે તેઓ પ્રાંત કચેરી તેમજ ફોરેસ્ટ કચેરીએ પહોંચ્યા હતા પરંતુ ત્યાં સંતોષકારક જવાબ ન મળતા તેમાંથી બે યુવાનો એ ફોરેસ્ટ ઓફિસ સામે જ દવા ગટગટાવી લીધી હતી . જેમને પ્રથમ વિસાવદર સરકારી હોસ્પિટલ તેમજ ત્યારબાદ જુનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓના જણાવ્યા મુજબ જંગલ ખાતાના અધિકારી દ્વારા તેમને વારંવાર ટોર્ચર કરવામાં આવતું હોય અને મહિલાઓ તેમજ બાળકોને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી આ પગલું તેમણે ભર્યું છે અત્યારે હાલ આ બાબતે સરકાર શું પગલાં લેશે તેવી લોક માંગણી થઈ રહી છે એ રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા સામે જ પાર્ટી કાર્યકરોમાં નારાજગી

admin

પ્રસિદ્ધ તીર્થધામ કનકાઈ માતાજી મંદિરે પ્રદેશ ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટની સાકરતુલા

admin

વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી જીત

admin

Leave a Comment