પૌરાણીક અને પ્રાચીન તીર્થધામ કનકાઈ માતાજી મંદિર ખાતે નવ નિયુક્ત પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટની સાકરતુલા કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે રાજકીય તથા સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મંદિર ટ્રસ્ટ દ્વારા ડો. પ્રશાંત કોરાટનું ઢોલ-શરણાઈ સાથે આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાજીની આરતી અને પૂજનવિધિ પૂર્ણ કરી સાકરતુલા કરવામાં આવી હતી. વિસાવદરથી આવેલ સર્વ સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, “હું માતા કન્કેશ્વરીના દર્શન કરી ધન્યતા અનુભવું છું.” નવ નિયુક્ત પ્રદેશ મહામંત્રી તરીકે પહેલીવાર માતાજીના દર્શને આવતા હોવાથી ટ્રસ્ટીગણ તેમજ ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

