27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ મહેદવીયા સ્કૂલ ખાતે સ્વ-સાશન દિનની ભવ્ય ઉજવણી બાળકો દ્વારા કરવામાં આવી હતી.


ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણશાસ્ત્રી હતા. એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું, શું તેમને તેમનો જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે. આ રીતે શિક્ષક દિનની ઉજવણી શરૂ થઈ હતી.


રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.
શિક્ષક દિનના આ અવસરે સ્વ-સાશન દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે. જે અન્વયે ડભોઈ મહેદવીયા પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને ઉત્સાહ ભેર આજે ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓમાં એક એનેરો ઉત્સાહ જોવા મળ્યો. શાળાના તમામ વિભાગના શિક્ષકો,આચાર્ય અને સંસ્થાના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહિમભાઈ મહુડાવાલા ઉપ-પ્રમુખ મકબુલભાઈ બાબુજી, તેમજ અન્ય સદસ્યોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Related posts

ડિજિટલ અરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યાની ઘટના ડભોઇ તાલુકાના કાયાવરોહણમાં બની

admin

બતકનો શિકાર કરનારા મહાકાય અજગરનું મહામહેનતે રેસ્ક્યુ !

admin

વડોદરા શહેરમાં ગતરોજ મોડી રાતે એક કલાક પડેલ વરસાદ બાદ મનપાની પોલ ખુલ્લી પડી ગઈ

admin

Leave a Comment