27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

વાઘોડિયા ભૂરી તલાવડી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા લઈ જવા મજબૂર બનેલા સ્થાનિકો

વાઘોડિયા ભૂરી તલાવડી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા લઈ જવા મજબૂર બનેલા સ્થાનિકો પાલિકાનું પાણીના નિકાલ અંગે કોઈ આયોજન નહીં, લોકોમાં રોષ

વાઘોડિયામાં ભૂરી તલાવડી વિસતારમાં હજુ પણ પાછળના ભાગે વરસાદી પાણી હજુ ઓસર્યા નથી .રહેણાંક વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ભરાયેલ જોવા મળી રહ્યાં છે. આ વિસ્તારમાંથી ઘૂંટણ સમા પાણીમાંથી અંતિમયાત્રા કાઢવા માટે સ્થાનિક રહીશો મજબૂર બન્યાં હતા. જેને લઈને દયનીય દ્રશ્યો ખડા થયા હતા. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગે કોઈ આયોજન કરાયું નથી. જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી પ્રવર્તી હતી.

ભૂરી તલાવડી વિસ્તાર ગઈકાલે રવિવારે ભાઈલાલભાઈ નામના આધેડ પુરુષનું આકસ્મિક મોત થયું હતું. જેને લઈ પરિવારના લોકો ચિંતામાં મુકાયા હતા.વાઘોડિયા ભૂરી તલાવડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રાને લઇ જવાઇ હતી.વરસાદે વિરામ લીધો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી હજુએ વિસ્તારમાંથી ઓસર્યા નથી. વાઘોડિયા નગર પાલિકા દ્વારા પાણી નિકાલ માટે ગઈકાલે કામગીરી કરી હતી. છતાં પણ હજુ પણ પાણીનો નિકાલ થયો નથી.
હાલમાં પણ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. જેને લઈ સ્થાનિક રહીશોને આ પ્રકારની પરિસ્થિતિ વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરાઈ રહેવાને કારણે લોકો મચ્છરો અને જીવાતના ત્રાસથી પણ હેરાન પરેશાન થઈ ગયા છે.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઋત્વિજ જોષી ઉપર ફરી કળશ ઢોળાયો

admin

એમ.એસ.યુનિવર્સીટીના પ્રથમ વર્ષના કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSG હોસ્પિટલ ખાતે ટીબીના સચોટ નિદાન માટે ‘ટ્રુનાટ મશીન’નું લોકાર્પણ

admin

Leave a Comment