સંગઠન સુજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિક જોશી પર કળશ ઢોળાયો એઆઈસીસી મહામંત્રી મધ્યપ્રદેશ પ્રભારી અને વડોદરા શહેરના ઇન્ચાર્જ હરીશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાર્યકર્તાઓને નવા પ્રમુખ માટે પોતાનું સૂચન આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારે તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવાનું મતે ફરી એક વખત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ ભાર સંભાળવા ઋત્વિજ જોષીનું નામ આગળ કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષના પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અનેકો આંદોલનો તેમજ સત્તા પક્ષ સામે બાયો ચડાવી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનું કામ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત AICC દ્વારા વડોદરાની ધુરા ઋત્વિજ જોશીના હાથે સોંપવામાં આવી છે આવનારા સમયે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો છે ત્યારે નવી રણનીતિ ઉર્જા સાથે તથા સંગઠનને મજબૂત કરવાના મનોબળ સાથે પરી પ્રમુખ તરીકે નિમાય આવેલા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિજ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે.
સંગઠન સુજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિક જોશી ઉપર કળશ ઢોળાવવામાં આવ્યું છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લકડીપુલ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહી ઋત્વિજ જોષી ને પુષ્પગુચ્છ તેમજ પુષ્પહાર પહેરાવી તેમનો અભિવાદન કરવામાં આવ્યું હતું
નોંધણીયા બાબત છે કે એને યુનિવર્સિટીના નેતા રહી ચૂકેલા ઋત્વિક જોશી દ્વારા અભિજીત મુહૂર્ત પર પોતાનો વિધિવત રીતે પદ ભાર સંભાળવા માટે નિર્ધારિત કરતા હતા તે જ પ્રણાલી વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા તે દરમિયાન પણ યથાવત રાખવામાં આવી.

