વડોદરા શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં ધોળા દિવસે ચોરી થવાનો બનાવ બન્યો છે. દિવસ દરમિયાન શાળાએ ગયેલ શિક્ષિકાના બંધ મકાનને ચોરોએ ટાર્ગેટ કરી લાખો રૂપિયા સોનાના ઘરેણાઓ અને રોકડ રકમની ચોરી કરી.. ન્યુ સમા રોડ વિસ્તારમાં આવેલ સાહેબ કૃપા સોસાયટીમાં ભાડેથી રહેતા શિક્ષિકાના બંધ મકાનમાં ચોરોએ ધોળા દિવસે તાળા તોડીને ચોરી કરી હતી. સાંજના સમયે જ્યારે શિક્ષિકા ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજાનું તાળું તૂટેલું હતું અને કબાટમાં મુકેલ બધો સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈને સમા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

