30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાંબુઆ BSUP હાઉસિંગના મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા સ્લેબ ભાગ પડતા વૃદ્ધ મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિકોની સાથે રાખી કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર ને આવેદનપત્ર

જાંબુઆમાં BSUP હાઉસિંગના મકાનો આવેલા છે. આ મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા જેમાં સ્લેબનો એક ભાગ પડતા વૃદ્ધ મહિલાને ગંભીપ ઇજાઓ ભાગે ઇજાઓ પહોંચી છે. મહિલાને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિકોની સાથે રાખી કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આ સ્થાનિક લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ની માંગ કરાય

વડોદરા શહેર જાબૂવા પાસે આવેલ બી એસ યુ પી આવાસ ના મકાનો માત્ર ૧૨ વર્ષમાં જ ખખડધજ થઈ ગયા જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવે છે કે અમારા મકાનો ની લાઇફ પતી ગઈ છે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી હતી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો પણ માંડ્યો હતો પરંતુ ભાજપના શાસનમાં માત્ર ગરીબોને આપેલા મકાનો 12 વર્ષમાં જ ખખડધજ થઈ ગયા જેને લઈને સ્થાનિક લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો કારણ કે આ મકાનો ની છત દીવાલ ધરાશાહી થાય તેવા મકાનો થઈ ગયા છે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ના કારણે આ મકાનો ખખડધજ બન્યા છે ત્યારે ગત મોડી રાત્રે એક મકાનની છત ધારાશાહી થતા વૃદ્ધા નું મોત થયું હતું. હાલમાં ચોમાસા ની ઋતુ ચાલી રહી છે ત્યારે આ તમામ સ્થાનિક લોકો ક્યાં જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અનેક વખત રજૂઆત કરી છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી જેને લઇને સ્થાનિકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચાર કર્યા હતા અને ગરીબોના આવાસના મકાનોમાં ન્યાય આપો તેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને વિપક્ષના નેતા અમીબેન રાવત ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના પ્રમુખ સહિત સ્થાનિક નગર સેવકો સાથે આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિતિમાં ડેપ્યુટી કમિશનર ને આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ તમામ સ્થાનિક લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી..

Related posts

કમોસમી વરસાદને લઈને ખેડૂતોને સહાય મળે તેવી વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે રજુઆત કરી

admin

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વોર્ડ-16માં રાજકીય ગરમાવો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ

admin

GCAS પોર્ટલ પર બાકી રહેલી કૉમેર્સની બેઠકો જાહેર કરવામાં ડીન ને આવેદનપત્ર

admin

Leave a Comment