કમોસમી વરસાદને લઈને ખેડૂતોને સહાય મળે તેવી વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે ગુજરાત સરકારને મીડિયા માધ્યમો થતી રજુઆત કરી.
કમોસમી વરસાદના કારણે ચારે તરફ ફેલાયેલા પાણી વચ્ચે મુંગા પશુઓને પણ પોતાના જીવ બચાવવા ખેતરો અને ચરણીયાણા છોડી નિકળી જવું પડ્યું હોય તેવી આ કુદરતી આફત આવી પડી છે તેવામાં ખેડૂતોનો પાક ને નુકશાન થયું છે. કોંગ્રેસની સરકારમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું સાથે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ એકતા નગર થી કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરતા કોંગ્રેસ દ્વારા આક્રોશ કરવામાં આવ્યો હતો સાથે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડે તે વિચારવું પડે ત્યારે ધારાસભ્યોએ રૂબરૂમાં મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતો માટે પેકેટ જાહેરાત માટે ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી અને જો વહેલી તકે ખેડૂતો માટે પેકેજ જાણ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી

