31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની ફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાયો

વડોદરાના રાવપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની ફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગઇકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી. તેનું નામ ઘનશ્યામ ભાણજીભાઈ સંઘાણી (રહે- નતાશા પાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, મૂળ મોરબી) હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી વિવિધ સંસ્થાઓના આઈકાર્ડ મળી આવ્યા હતા. જેમાં સીઆઈડી ટ્રસ્ટ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ, સીબીઆઈ ક્રાઈમ ભારત ઇન્ડિયા પ્રેસ, દિલ્હી ક્રાઈમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચા તથા ટીએનપી પ્રેસના આઈકાર્ડનો સમાવેશ થાય છે. આ ચાર પૈકીના પ્રથમ ત્રણ આઈકાર્ડની કોઈ સરકારી કચેરીમાં નોંધણી કે વેરિફિકેશન ન હતું. શખ્સે પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાનો ખોટો ભ્રમ પેદા કરી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા દસ વર્ષથી વડોદરામાં રહી છૂટક કામ કરે છે. તેની સામે અગાઉ ચેક રિટર્નનો એક કેસ પણ નોંધાયો છે.

Related posts

ડભોઈમાં દિવાળી જેવો માહોલ : ભારતની જીત બાદ નગરજનોમાં અદમ્ય ઉત્સાહ

admin

કમોસમી વરસાદને લઈને ખેડૂતોને સહાય મળે તેવી વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે રજુઆત કરી

admin

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ

admin

Leave a Comment