વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી. ગંભીર ઇજાના પગલે બે-બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો થયો ન હતો. આજે બાળકીએ હોસ્પિટલમાં મોત થયું
ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકી બે ઓપરેશન બાદ વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી. ગંભીર ઇજાના પગલે બે-બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો થયો ન હતો. આજે બાળકીએ હોસ્પિટલમાં મોત થયું છે. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના બની હતી. પડોશમાં રહેતા જ ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી. બળાત્કાર પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી. બળાત્કાર બાદ ગુપ્ત ભાગમાં સળીયો નાખીને ગૃપ્તાંગ અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
ગંભીર ઇજાગ્રસ્ત બાળકીના પેટનું પહેલા ભરૂચ ખાતે ઓપરેશન કરવામાં આવ્યુ હતું, જે બાદ તેને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
વડોદરા સિવિલમાં નિદાન દરમિયાન જાણવા મળ્યુ હતું કે પેટના ઓપરેશનમા એક ટાંકો તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયું હતું. વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકીનું ફરીથી ઓપરેશન કરાયુ હતું. આ ઓપરેશન અઢી કલાક ચાલ્યુ હતું. આ ઓપરેશન બાદ બાળકી ભાનમાં જ આવી ન હતી.
શ્રમજીવી પરિવારની હોવાથી બાળકી શારીરિક રીતે નબળી હતી. વજન ઓછું અને રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હતી, એટલે દવાઓની અસર થતી ન હતી. પહેલા હેવાન સાથે જંગ લડ્યા બાદ બાળકી હવે હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહી હતી. બાળકીની સ્થિતિ જોઇને ડોક્ટરો પણ હતપ્રત થઈ ગયા હતા. જંગલી જનાવર પણ ના કરે તેવી ખરાબ હાલત આરોપી વિજય પાસવાને કરી હતી.

