27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ વિભાગે વાહનચાલકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી

આગામી 15 સપ્ટેમ્બર થી વડોદરામાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે.ત્યારે શહેર પોલીસે જીવનની સુરક્ષા માટે લોકોને અપીલ કરી હતી.

વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ વિભાગે વાહનચાલકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ટ્રાફિક પોલીસના ACP ડી.એમ.વ્યાસે વાહનચાલકોને અપીલ કરી છે કે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. આ ઝુંબેશનો હેતુ માત્ર નિયમોનું પાલન કરાવવાનો નથી, પરંતુ દરેક વ્યક્તિના જીવનની કિંમત સમજાવવાનો છે.હેલ્મેટ અને સીટ બેલ્ટ: કાયદો નહીં, જીવનનો બચાવ છે.ઘણીવાર આપણે હેલ્મેટ અને સીટ બેલ્ટને માત્ર દંડથી બચવા માટેનો ઉપાય માનીએ છીએ, પરંતુ વાસ્તવમાં તે આપણા જીવનનો સૌથી મોટો રક્ષક છે. આ એક નાનકડી ટેવ અકસ્માત સમયે માથાની ગંભીર ઈજાઓ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે. અકસ્માત ક્ષણભરમાં થાય છે, અને તે સમયે હેલ્મેટ કે સીટ બેલ્ટ જ આપણને જીવતા રાખવાની સૌથી મોટી તક આપે છે.15 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ ડ્રાઇવ કરવામાં આવશે અને હવે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે.

Related posts

વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની રેડ, મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત

admin

વડોદરા શહેરની ખાનગી સ્કૂલઓ FRCના પ્રમાણે ફી લેવામાં આવતી નહીં હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરનીતી સામે NSUI મેદાનમાં આવી

admin

વડોદરા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ધ્વજ વંદન

admin

Leave a Comment