મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવશે.વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત સાથે વિશ્વામિત્રી પ્રોજેકટની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરશે.ત્યારે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 2જી તારીખે વડોદરાની મુલાકાતે આવનાર છે.એક હજારથી વધુ કરોડો રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે.ગુરુવારે રાત્રે કાફલો વડોદરા આવી જશે.સર્કિટ હાઉસમા રોકાણ થવાનું છે.ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી બુધવારે પોલીસ દ્વારા રિહલર્સલ કર્યું હતું. મંગળ પાંડે રોડ પર વિશ્વામિત્રી પ્રોજેકટની ચાલી રહેલી કામગીરી ખાતે પણ તેઓ જશે અને કામગીરીનું નિરીક્ષણ કરશે ત્યારે,પોલીસ અને પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા આવવાના છે તેમના હસ્તે 1156 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આજવા રોડ પંડિત દયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે આ વિકાસના કામો સાથે નવીન સેવાઓનો ફ્લેગો કરીને પ્રારંભ કરાવશે હાલ કોર્પોરેશન દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી ગઈ છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ અને સ્વચ્છતા સહિતની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

