ઉતરાયણ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં 24 કલાક 108 એમ્બ્યુલન્સ દોડતી રહી જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં પતંગ ની દોરી વાગવાના કેશ અને અકસ્માત ના બનાવો માં ટોટલ 260 દર્દીઓને દવાખાને પહોંચવામાં આવ્યા અને 328 કોલ ઈમરજન્સીમાં નોંધવામાં આવ્યા જેમાં 35 લોકો ને પતંગની દોરી વાગવાના બનાવો નોંધાયા છે. તેની વચ્ચે પતંગની દોરીના કારણે પાંચ લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી સાથે વડોદરા શહેરમાં ઉતરાયણ પર્વને લઈને ગળા કપાવવાની 6 ઘટનાઓ સામે આવી છે. આ પૈકી પાંચ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. જ્યારે છાણીના 35 વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલનું દોરીથી ગળુ કપાવતી મોત નીપજ્યું છે. શહેરમાં એક બનાવ ધાબા ઉપરથી પડી જવાનો સામે આવ્યા છે જે વ્યક્તિ હાલમાં બેભાન અવસ્થામાં છે.

