33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

૧૩૭- છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના છોટાઉદેપુર તેમજ જેતપુરપાવી તાલુકામાં સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમા સી.સી.રોડ ૩.૬૪ કરોડના ખર્ચે મંજુર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયા

છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં નવીન રસ્તાઓ બને તે માટે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં આવતા વિવિધ ગામો જેવા કે છોટાઉદેપુર માણકા રોડ (જાગનાથ મંદિર),તારાપુર નાનીરાસલી રોડ,તેજગઢ પાલસંડા માલુ રોડ (સીલોજ ગામતળ),કરસોલી ફળિયા એપ્રોચ રોડ (કદવાલ પોલીસ સ્ટેશન),કદવાલ ઓલીયાકલમ મોટા અમાદરા રોડની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ સી.સી.રોડ 3.64 કરોડના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવતા છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ સૌ પ્રજાજનો વતી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.આ અગાઉ પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરોડોના ખર્ચે નવીન રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જેને લઈને છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં આવતા વિવિધ ગામોના લોકોમાં ખુશી જોવા મળી છે. અને વિધાનસભા મતવિસ્તારના લોકો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો આ બાબતે આભાર પણ માની રહ્યા છે.

Related posts

બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.

admin

ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને ક વર્ગ માંથી બ કક્ષામાં ઊંચુ લાવતા નગરના વિકાસને વેગ મળશે

admin

છોટાઉદેપુરના નગરના પુરોહિત ફળિયામાં બસપા અને ભાજપના કાર્યકરો આમને સામને

admin

Leave a Comment