Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિ યોજાઈ, 1.11 લાખથી વધુ રજીસ્ટ્રેશનથી સર્જાયો ઇતિહાસ

વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘માય સ્ટ્રાઇડ, માય પ્રાઇડ’ થીમ હેઠળ યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો, સંતો તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેરના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અગમ્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને વિવિધ મહાનુભાવોની નોંધપાત્ર હાજરી રહી હતી. મેરેથોન માટે 1.11 લાખથી વધુ દોડવીરોએ રેકોર્ડબ્રેકિંગ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા, જેના કારણે આ વર્ષે આયોજન વિશેષ ચર્ચામાં રહ્યું હતું.

આ મેરેથોનનું એક મુખ્ય આકર્ષણ ‘ગજરા રન’ રહ્યું હતું, જે LGBTQ સમુદાયને સમાજમાં સમાનતા અને સ્વીકાર મળે તે હેતુથી યોજવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ધોરણે AIMS અને AFI દ્વારા પ્રમાણિત આ રેસમાં ફુલ મેરેથોન, હાફ મેરેથોન ઉપરાંત 10 કિલોમીટર રન, હેરિટેજ રન, જવાન રન તેમજ દિવ્યાંગ રન જેવી વિવિધ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે પણ દોડવીરો સાથે દોડ લગાવી ઉત્સાહ વધાર્યો હતો. દેશ-વિદેશના એલિટ દોડવીરોની ભાગીદારી સાથે આ મેરેથોન દ્વારા ‘ફિટ ઇન્ડિયા’નો મજબૂત સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરની આ મેરેથોન વડોદરાની ઓળખને વધુ મજબૂત બનાવતી સાબિત થઈ હતી અને શહેરભરમાં રમતગમત અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાઈ હતી.

Related posts

ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડ મામલે એસઆઇટીની રચના

admin

વડોદરા શહેરમાં સ્ટેશન થી નીકળેલી વિટકોસ બસને અકસ્માત નડ્યો : ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 20 મુસાફરો સુરક્ષિત

admin

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત

admin

Leave a Comment