ડભોઇના રામટેકરી પાસે મકાનમાં આગ લાગતા બૂમાબૂમ થતા ત્યાંના સ્થાનિક રહીશો દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતા હતા પણ આગ વધુ પડતી હોય ત્યાંના રહીશોએ તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો ગરીબ પરિવારનું તમામ સામગ્રી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી ડભોઇ દશાલાડવાડી પાસે આવેલા રામટેકરી વિસ્તાર નો બનાવ જૂની બાંધણી ના લાકડાના કાચા મકાનમાં શોર્ટ સર્કિટ ના કારણે લાગી આગ આગ પર કાબુ મેળવવા વિસ્તારના હિન્દુ મુસ્લિમ યુવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ કાબુમાં નહીં આવતા ડભોઇ નગરપાલિકાના ફાયર ફાઈટર ને જાણ કરતા આવી પહોંચેલી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુમાં આવી ગયું રાયસીંગભાઇ મગનભાઈ તડવી ના કાચા મકાનમાં લાગેલી આગ થી સંપૂર્ણ ઘરવખરી સહિત 15000 રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાખ થઈ ગયા હતા. આશરે ત્રણ લાખ ઉપરાંતનું નુકસાન થયું હશે હાલ તો પરિવારના ચારે ચાર સભ્યો કપડા પર જ ઘરની બહાર નીકળી ગયા છે આગ લાગવાના કારણે આખો પરિવાર બે ઘર થઈ ગયો છે તમામ સામગ્રી આગમાં ભરી જતા મુસીબત ના વાદળો પરિવાર પણ છવાઈ ગયા

