દહેજની કેમિકલ યુનિટમાં ભયંકર બ્લાસ્ટથી 2ના મોત,વડોદરાની સયાજી હોસ્પિટલમાં મૃતદેહો રઝળતા મૂકી દેવતા હોબાળો
દહેજ જીઆઇડીસી સ્થિત શિવા ફાર્માની કેમ યુનિટના એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો.રિએક્ટરમાં ઓવર પ્રેશર થતાં એસિડ અને ઝેરી ગેસ બહાર નીકળતા ઘટના સર્જાઈ હતી જેમાં નાઈટ શિફ્ટમાં કાર્યરત ત્રણ કામદારો ગંભીર રીતે ઘવાયા, જેમાથી બે કામદારોનું સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું આ દરમિયાન આશ્ચર્યજનક રીતે હોસ્પિટલના પાર્કિંગમાં મૃતદેહ ખુલ્લા મૂકી દેતાં ભારે હોબાળો મચી ગયો હતો.કંપનીના અધિકારીઓના હાજર ન રહેતા પરિવારમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. હાલત બગડતાં યુનિટ મેનેજરને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી હતી.

