વર્ષ ૨૦૨૩માં સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હતું. ડભોઈમાં સગીરાને ગર્ભવતી બનાવનારને ૨૦ વર્ષની કેદની સજા પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રૂા.૪ લાખની સહાય કરવા હુકમડભોઈ પોલીસ સ્ટેશન હદમાં વર્ષ ૨૦૨૩માં પોક્સો, દુષ્કર્મ તેમજ સગીરાને ગર્ભવતી બનવાના ગુન્હાનાં કેશમાં આરોપી ને ડભોઈ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સજા તેમજ ૩૩૦૦૦ દંડનો હુકમ કરી સમાજ માં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો.
ડભોઇ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સમગ્ર બનાવ માં ૧૭ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આરોપી મનોજ ગોપાલ રાવળ ભગાડી જઈ તેણીને ગોંધી રાખી અવાર નવાર દુષ્કર્મ આચર્યા બાદ બંને પોલીસને હાથ ઝડપાયા હતા. ત્યારે સગીરાને ૨ માસનો ગર્ભ હોવાની મેડિકલ તપાસમાં ખુલાસો થયો હતો નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ગર્ભનો નિકાલ કરાવ્યો હતો. સાથે સમગ્ર કેસ ડભોઈ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનાં જજ એચ. જી. વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ગુન્હા સંદર્ભે આરોપી મનોજ ગોપાલ રાવળને
સગીરાને ભગાડી જવા સંબંધે ૩ વર્ષની સજા અને ૩૦૦૦નો દંડ, ગોંધી રાખવા સંબંધે ૫ વર્ષ અને ૫૦૦૦ દંડ, અવાર નવાર દુષ્કૃત્ય કરી સગીરાને સગર્ભા બનાવવા સંબંધે ૨૦ વર્ષની સજા તેમજ ૨૫૦૦૦ દંડનો હુકમ કરી રૂા.૩૩૦૦૦ દંડ તેમજ એકી સાથે સજા ભોગવવાનો હુકમ કર્યો છે. પોક્સો અને દુષ્કર્મનાં ગુન્હામાં સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર સગીરાને રૂા. ૪ લાખની સહાય ચૂકવવા પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો.

