Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

215મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો

દેવઉઠી અગિયારસ ના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજી નો વરઘોડો વડોદરાના રાજમાર્ગ પર નીકળ્યો હતો

વડોદરામાં વર્ષોની પરંપરા અનુસાર કારતક સુદ અગિયારસ (દેવઊઠી પ્રબોધિની એકાદશી) ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વાજતેગાજતે નીકળ્યો હતો

શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત માંડવી નજીક ઐતિહાસિક અને રજવાડી શ્રી વિઠ્ઠલ મંદિરથી વર્ષોની પરંપરા અનુસાર દેવઊઠી એકાદશીએ વરઘોડો નીકળ્યો હતો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન સોના-ચાંદીની ભવ્ય પાલખીમાં બેસી નગરજનોને સામેથી દર્શન આપવા નગરયાત્રામાં નીકળ્યો હતો
નગરયાત્રા પૂર્વે આ મંદિરે શ્રીમંત મહારાજા ગાયકવાડ પરિવાર દદ્વારા પૂજન-અર્ચન અને આરતી બાદ શ્રીજીનો વરઘોડો ભક્ત સમુદાય, ભજન મંડળીઓ, નિશાન, ડંકા, બેન્ડવાજા સાથે વાજતેગાજતે નીકળશે. વરઘોડો માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, કોઠી, દવાખાના, આરાધનાની બાજુથી કારેલીબાગના નવા રસ્તેથી નીકળશે. કામનાથ સ્મશાન બાજુમાં શ્રીમંત ગહીના બાઇ બાગ, લીંબુવાડીમાં શ્રી ગહીના બાઇ મહાદેવ જશે, જ્યાં શ્રી હરીહરની ભેટ, પૂજા, અર્ચના, આરતી બપોરે ૧ વાગે થશે. ત્યાંથી બપોરે ૨ વાગે પરત નીકળી બહુચરાજી રોડથી નાગરવાડા, ઘીકાંટા, ટાવર થઇ જ્યુબિલીબાગ, લહેરીપુરા, ન્યાયમંદિર થઇ માંડવી શ્રી વિઠ્ઠલ મંદિરે સાંજે પાંચ વાગ્યે પરત આવશે. મંદિરમાં રાત્રે ૧૦ થી ૧૨ શાસ્ત્રોકત વિધિ મુજબ ‘તુલસી લગ્ન’ થશે. વરઘોડા સમયે શ્રીજી મંદિર દર્શનાર્થે ખુલ્લું રહેશે.

Related posts

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલ પાસે સેફટી ગ્રીલ લગાવવા કલેકટરને રજૂઆત

admin

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) હેઠળ કાર્યશાળાનું આયોજન

admin

સાવલી-વડોદરા રોડ પર લામડાપુરા નજીક ખાનગી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ

admin

Leave a Comment