પી ડબ્લ્યુ ડી શાખાએ બિલ્ડીંગ ને આગ લાગ્યા બાદ જાહેર કર્યું છે ભયજનક
ભયજનક અને પ્રવેશ નિષેધના બોર્ડને પણ અધિકારીઓ નથી ગણકારતા
ઈ કેવાયસી માટે વહેલી સવારથી જ લાગે છે લાંબી કતારો
સવારે 6:00 વાગ્યાથી એ કેવાયસી માટે બાળકોને લઈ પરિવાર લાગી જાય છે કતારમાં
50 થી 200 સુધી ટોકનો કરવામાં આવે છે વિતરણ
માત્ર બે જ કોમ્પ્યુટરમાં કામ થતું હોવાથી નાગરિકોને પારાવાર મુશ્કેલી
મોડી સાંજ સુધી પરિવાર સાથે ઇકેવાયસી કરાવવા જોવી પડે છે રાહ
જિલ્લાનું તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી નાગરિકોની માંગ
તંત્રની ભૂલોના કારણે જ અમારે નોકરી ધંધા છોડી ખાવા પડી રહ્યા છે ધક્કા : નાગરિકો
અમે રોજ 100 થી 200 ટોકનો આપી કામગીરી કરતા હોવાનો કર્મચારીનો લૂલો બચાવ

