છેલ્લા 15 વર્ષથી જુનાગઢમાં બીલખામાં કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અનેકવિધ સમાજસેવાના કામો કરે છે,હાલમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં દિવ્યાંગ અને અનાથ બાળકો 24 કલાક રહી શકે તેવા સેન્ટર શરૂઆત કરી છે,અહીં આ બાળકો માટેની તમામ સુવિધા વિના મૂલ્ય આપવામાં આવશે તેમજ ભિક્ષાવૃત્તિ નિવારણ કેન્દ્રને અનુલક્ષીને સેલટર પણ શરૂ કરાયું છે આ સેન્ટરનો શુભારંભ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર,મેયર પિન્કીબેન સોની,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી,સીડબ્લ્યુસી ચેર પર્સન તથા સદસ્ય શંકરલાલ ત્રિવેદી સહિત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો.
previous post

