32.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રક્ષાબંધનના પર્વને લઈને મુસાફરોની અવરજવરની સુવિધાઓ માટે 50 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ,વડોદરા આગામી રક્ષાબંધનના પર્વને લઈને મુસાફરોની અવરજવર ની સુવિધાઓ માટે તા.૦૭/ થી.૧૦ ઓગસ્ટ દરમિયાન 50 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ,વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે લોકો સરળતાથી પોતાના સ્થાનો પર પહોંચી શકે તે માટે, તારીખ 7મી ઓગસ્ટથી 11મી ઓગસ્ટ સુધી કુલ 50 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વધારાની બસ સેવા ખાસ કરીને એવા રૂટ પર ચલાવવામાં આવશે જ્યાં મુસાફરોની અવરજવર વધુ રહે છે.જેમાં અમદાવાદ, પાવાગઢ, રાજકોટ, સંતરામપુર, દાહોદ, અને ગોધરા જેવા શહેરોનો સમાવેશ થાય છે. આ બસો દ્વારા મુસાફરોને તેમના વતનમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવામાં આવી છે વડોદરા એસ.ટી. વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, જો મુસાફરોની ભીડમાં વધુ વધારો થશે અને વધારાની બસોની જરૂરિયાત ઊભી થશે, તો વધુ બસો દોડાવવા માટે પણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય રક્ષાબંધન દરમિયાન મુસાફરોને સુખદ અને સલામત પ્રવાસનો અનુભવ પૂરો પાડવાનો છે.

Related posts

તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા વડોદરાના મહારાણી પણ આઘાત અનુભવ્યો

admin

ડભોઇના સરિતા બ્રિજ પર ૮ માસમાં સળિયા દેખાતા તર્કવિતર્ક

admin

ધારાસભ્ય મનીષા વકીલ બન્યા રોષનો ભોગ

admin

Leave a Comment