38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇના સરિતા બ્રિજ પર ૮ માસમાં સળિયા દેખાતા તર્કવિતર્ક

કૉન્ટ્રાક્ટરની કામગીરી અંગે ઉઠેલા સવાલ સરિતા બ્રિજના ૮ માસમાં સળિયા દેખાતા તર્કવિતર્ક ડભોઇના સરિતા બ્રિજ પર સળિયા દેખાતા અનેક તર્કવિતર્ક સર્જાયા 40 કરોડના ખર્ચે છે ડભોઈ વડોદરા રોડ ઉપર સરીતાં ક્રોસિંગ પાસે રેલવે ઓવરબ્રિજની એક સાઈડ બની ૮ માસ થઈ ગયા છે. ત્યારે બ્રિજની મધ્યમાં સતત બીજીવાર રેલવેનાં ભાગમાં ખાડા પડી ગયા છે. અને સળિયાં દેખાતા બ્રિજની ગુણવત્તાને લઇ સવાલ ઊભા થયા છે. હાલમાં સપ્તાહ પૂર્વ જ આં ખાડા પૂરવામાં આવ્યા હતા. ફરી સળિયા દેખાતા લોક ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે.


બની ડભોઈ નજીક સરિતા ઓવરબ્રિજને લઈ ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ પર મોટા ખાડા પડયા છે. જેનેકારણે આર.સી.સી ઉખાડી જતા બ્રિજ પરના સળિયા પણ દેખાવા લાગ્યા છે. જોકે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વ રેલવે કોન્ટ્રાકટર દ્વારા પેચ વર્ક કરી પૂરવામાં આવ્યા હતા. એક સપ્તાહમાં પુન: સળિયા દેખા દેતા હવે કોન્ટ્રાકટરની કામગીરીને લઈ સવાલ ઊભા થયા છે. ૮ માસ પૂર્વે જ આ બિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રિજ ઉપર બંને સાઈડનાં વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળે છે. ત્યારે બ્રિજની બીજી સાઈડની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ ચર્ચાનાં એરણે પહોંચી છે. આખરે આ બ્રિજ ક્યા સુધી સંપૂર્ણ બની રહેશે તે સવાલ ઉઠ્યા છે. સાથે રોજ બરોજ વાહન વ્યવહાર કરતા લોકો બ્રિજ ઉપર પડેલા ખાડા યુદ્ધના ધોરણે પુરવા માગ કરી રહ્યા છે. 40 કરોડના ખર્ચે બનાવેલો હતો


બ્રિજને લઇ કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની ?

Related posts

વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર વોર્ડની મુલાકાતની વાતને લઈ “મેકઅપ” કામગીરી શરૂ કરવામાં આવી

admin

વડોદરા શહેરના ગોત્રી તળાવમાં કેમિકલયુક્ત ફીણવાળા પાણીનો નિકાલ

admin

પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મંગળબજાર સહિતના બજારો સજ્જડ બંધ

admin

Leave a Comment