વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં સંકલન મિટીંગ બાદ વોર્ડ નંબર 12 અને 13 અંગે કમિશનર દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને શહેરના અન્ય વોર્ડોમાં પણ ચકચાર મચી ગઈ છે. આ વોર્ડ નંબર 16 ના વોર્ડ ઓફિસર સતર્ક બની ગયા છે.
મળી રહેલી માહિતી અનુસાર, ગત મિટીંગ બાદ આજરોજ મ્યુનિસિપલ કમિશનર વોર્ડ નંબર 16 ની મુલાકાત લેવાના છે એવી હવામાં ચર્ચા ચાલી રહી છે. આ વાત બહાર આવતા જ વોર્ડ ઓફિસર તથા સ્ટાફ દ્વારા વોર્ડમાં ઝડપી ગતિએ “મેકઅપ” કામગીરી શરૂ કરવામાં આવી છે.
વોર્ડના મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, રોડની ધૂળ-કચરો દૂર કરવામાં આવી રહ્યો છે તેમજ વિવિધ જગ્યાએ સ્વચ્છતા સંબંધિત કામગીરી હાથ ધરાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનરની મુલાકાતને ધ્યાને લઈને આખા વોર્ડમાં તાકીદે વ્યવસ્થાઓ સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
વોર્ડના રહેવાસીઓમાં પણ ઉલ્લાસ સાથે જ થોડુંક વ્યંગ્યભારેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે અધિકારીઓની હરકત માત્ર મુલાકાતને લઈ તાત્કાલિક સજાવટ પૂરતી તો નથી ને?

