વડોદરામાં તમિલ સંગમ દ્વારા પોંગલની ભવ્ય ઉજવણી : અકોટા ખાતે પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો સમૃદ્ધ મહોત્સવ
વડોદરા પોંગલના પાવન અવસર પર વડોદરા તમિલ સંગમ દ્વારા અકોટા સ્થિત અતિથિ ગૃહ ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમિલ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત ઉત્સાહ સાથે પોંગલ તહેવારની રંગત માણી હતી.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પોંગલ વિધિ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ તમિલ સંસ્કૃતિ, વેશભૂષા, નૃત્ય-ગીત અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. આ ઉજવણીનો મુખ્ય હેતુ સમુદાયની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવવાનો હતો.
કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશભાઈ બાબુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોંગલની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને તમિલ સંગમ દ્વારા શહેરમાં સંસ્કૃતિના સંરક્ષણ માટે કરવામાં આવતા પ્રયત્નોની પ્રશંસા કરી.
આ પ્રસંગે ટ્રસ્ટી સી.પી. કન્નન, વી.વાય. સેઠિયા, કે. સુબ્રમણ્યમ, મૂર્તિ, એસ. રાજેશ, ડૉ. દેઇવા ઓસ્વિન સ્ટેનલી, આર. શિવપ્રકાશ, વિમલ પિલ્લઈ, વી.એસ. સહિત અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી. સમુદાયના અગ્રણી સભ્ય રામ નારાયણ તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
મહેમાનોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વડોદરા જેવી બહુમુખી સંસ્કૃતિ ધરાવતી નગરીમાં એકતા, ભાઈચારા અને સાંસ્કૃતિક ગૌરવને વધુ મજબૂત બનાવે છે.

