38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ના નવા માંડવા વ્રજભૂમિ આશ્રમ પાસે ગત વર્ષે જ નિર્માણ પામેલુ નાળુ એક તરફથી ધરાશાયી થઈ જતા કામની હલકી ગુણવત્તા ઉપર સવાલો સવાલો ઉઠ્યા


ધાર્મિક સ્થળોએ આવન જાવન કરવામાં નાગરિકોને સુગમતા રહે તે માટે આવા સ્થળોને જોડતા મુખ્ય રસ્તાઓ, પુલ,નાળાઓ ના નિર્માણ અર્થે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે પરંતુ આ ગ્રાન્ટનો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ઉપયોગ થતો ન હોવાથી કામગીરીની હલકી ગુણવત્તા ના પરિણામે સરકારના પૈસા પાણીમાં વહી જતા હોય છે જેથી નાગરિકોને ભ્રષ્ટાચારીઓ ની ભૂલના‌ પરિણામે જરૂરી સુવિધા મળતી નથી યાત્રાધામ ચાંદોદ પાસેના નવા માંડવા સ્થિત વ્રજભૂમિ આશ્રમ-ચિંતાહરણ હનુમાનજી મંદિર સહિત આસપાસમાં આવેલા ખેતરોમાં ખેડૂતોને આવન જાવનમાં સરળતા રહે તે માટે ગત વર્ષે જ બનાવવામાં આવેલું નાળુ આવી જ ગોબાચારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે નાળા નિર્માણ સમયે આયોજન બધ્ધ અને ગુણવત્તા યુક્ત કામગીરી થઈ ન હોવાથી શ્રાવણના પ્રથમ સોમવારે જ આ નાળાનો એક તરફનો ભાગ ધરાશાયી થઈ જતા ભ્રષ્ટાચાર નો મોટો ભુવો પડવાથી માત્ર પગદંડી પૂરતો જ રસ્તો રહેતા વાહનોની આવા જાહી સંપૂર્ણ બંધ થઈ ગઈ છે
ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નવા માંડવા વ્રજભૂમિ આશ્રમમાં સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી મંદિરમાં આખાય મહિના પર્યંત સાંજે મહાદેવજી ની મહાઆરતી, પૂજન અર્ચન, મહાપ્રસાદિ સહિતના ધાર્મિક આયોજનો થતા હોય રાજકીય આગેવાનો, અધિકારીઓ સહિત પંથકના ભાવિક ભક્તો રોજે રોજ અહીં ઉમટશે ત્યારે ધરાશાયી થયેલું નાળુ દુવિધા રૂપ અને જીવલેણ સાબિત તે પૂર્વે યુદ્ધના ધોરણે આ નાળાના સમારકામની કામગીરી હાથ ધરાય તે માટે તંત્ર કોન્ટ્રાક્ટરનો કાન મરડી સત્વરે કામગીરી આરંભાવે તેવો સુર ઉઠવા પામ્યો છે

Related posts

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઈ બિન હથીયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા

admin

વડોદરા શહેરના ફતેગજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું સૈનિક છાત્રાલય સર્કલ પાસે ઇનોવા અને થ્રી વ્હીલ ટેમ્પો સાથે અકસ્માત

admin

વડોદરા ગ્રામ્ય LCB પોલીસે ભારતમાળા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

admin

Leave a Comment