વડોદરા મહાનગરપાલિકા ની સામાન્ય સભા પૂર્વ ભારતીય ક્રિકેટ ક્રિકેટર અંશુમન ગાયકવાડ ના દુઃખદ અવસાનના પગલે બે મિનિટનું મૌન પાડી સભાને આગામી તારીખ પર મુલતવી કરવામાં આવી હતી.
પૂર્વ ભારતીય ટીમના ક્રિકેટર અને કોચ રહી ચૂકેલા અંશુમન દત્તાજીરાવ ગાયકવાડ નું તારીખ 31 જુલાઈ ના રોજ દુઃખદ અવસાન થયું હતું. જેના પગલે આજે મળેલી પાલિકાની સામાન્ય સભા ભારે દુઃખની લાગણી સહ બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ 16 ઓગસ્ટના રોજ મુલતવી કરવામાં આવી છે

