33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કામદારોને થયેલ નુકસાની પેટે સહાય આપવા માટે સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

વડોદરામાં માનવસર્જિત પૂરના ના કારણે કામદારોને થયેલ નુકસાની પેટે સહાય આપવા માટે સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

વડોદરામાં થયેલ અતિવૃષ્ટિ પછી વોટર લોગીંગ અને વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી મોટા જથ્થામાં પાણી છોડવાના કારણે જે પુર આવ્યું હતું તેનાથી વડોદરા વાસીઓ અને વિશેષ રૂપે વડોદરામાં રહેતા કામદારોએ ખૂબ જ નુકસાનીનો સામનો કર્યો છે. અસંખ્ય ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક લોકોના ઘરવખરીનુ મોટાપાયે નુકસાન થયું છે.

આ પરિસ્થિતિમાં અસંખ્ય કામદારો ચારથી પાંચ દિવસ સુધી નોકરી પર જઈ શક્યા નહોતા અને મજબૂરન રજા પાડવી પડી હતી. આ કામદારોને આ વરસાદના કારણે થયેલ પાણીના ભરાવ અને પૂરના પરિણામે તેમના ઘરોમાં જે પાણી ભરાઈ ગયું હતું તેથી તેઓ લાચારીથી નોકરી પર જઈ શક્યા નહોતા. આ પરિસ્થિતિમાં એક તરફ કામદારોને તેમની ઘરવખરીનું નુકસાન થયેલું છે અને સાથે સાથે જે ચારથી પાંચ દિવસ તેઓ કામ પર નથી ગયા તે દિવસોનો પગાર કપાઈ જવાનો ભય પણ તેમને સતાવી રહ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાના સામાન્ય ગરીબ કામદારો આજે જે રીતે લાચાર થયા છે આ પરિસ્થિતિને જોતા અમે વડોદરાના તમામ કેન્દ્રીય કામદાર યુનિયનો અને સ્થાનિક કામદાર યુનિયનો સંયુક્ત સમિતિ દ્વારા પત્ર આપી રજૂઆત કરવામાં આવી કે
પૂરના કારણે જે કામદારો મજબૂર અને લાચાર થઈને ચાર અથવા પાંચ દિવસ કંપનીઓમાં ગેરહાજર રહ્યા હોય તેઓની ખાસ હાજરી ગણીને જે તે દિવસોનું વેતન આપવા માટે ફેક્ટરી માલિકોને સૂચન કરવામાં આવે…જે કામદારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીઓનુ મોટા પાયે નુકસાન થયું છે તેઓને ઓછામાં ઓછી ઘર દીઠ 10000 રૂપિયા સહાય આપવામાં આવે. તેવી જિલ્લા કલેકટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

Related posts

સાવલી ખાતે “નમો કે નામ રક્તદાન” શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

admin

ડભોઇના ભીમપુરા-કરનેટમાં ઓરસંગની છાતી ચીરી સફેદ રેતીનો કાળો કારોબાર

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

Leave a Comment