Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

શ્રી કુબેર ભંડારી કરનાળી ખાતે 15મી ઓગસ્ટ ગુરુવારના રોજ 78 સ્વતંત્રતા દિવસની ઘ્વજવંદન, વુક્ષારોપણ તેમજ સ્કૂલના બાળકોને યુનિફોર્મ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી.

ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી દિનેશગીરી મહારાજજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં સન્માનનીય મહંત શ્રી નંદગીરી મહારાજજી,શ્રી અનુપગિરી મહારાજ,શ્રી અનિલપુરી મહારાજ, શ્રી સુજીદગીરી મહારાજ, શનિદેવ મંદિરના મહંતશ્રી બ્રિજેશગીરી મહારાજ, મંદિર સ્ટાફ,મંદિરમાં પધારેલ ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર ખાતે 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 1000 વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ અભિયાન વૃક્ષારોપણ કરી શરૂ કર્યું હતું.જેમાં કરનાળી ગામના વિવિધ વિસ્તારોમાં તેમજ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તોને પણ વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યા હતા તેઓ પણ પોતાના ઘરે કુબેરજી ના નામથી એક વુક્ષનું વૃક્ષારોપણ કરે તે હેતુથી એકએક વૃક્ષનો છોડ આપવામાં આવ્યા હતા.
શ્રી કુબેરેશ્વર તથા શ્રી સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટ દ્વારા અનુક્રમે કરનાળી પ્રાથમિક શાળા,વડીયા પ્રાથમિક શાળા,ચાણોદ કન્યા પ્રાથમિક શાળા, ભીમપુરા પ્રાથમિક શાળા, પીપળીયા પ્રાથમિક શાળા ,ચાણોદ કુમાર પ્રાથમિક શાળા, નંદેડીયા પ્રાથમિક શાળા, બગલીપુરા પ્રાથમિક શાળાના 500 જેટલા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવ્યુ હતું.


રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરી

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસી ધામ ખાતે આવેલ હોટલો દ્વારા અઠવાડો અને દેશો સાફ કરેલા નું પાણી ગટરમાં છોડવામાં આવી રહ્યું છે

admin

પાણીની લાઇનમાં ભંગાણ પડ્યા બાદ મ્યુ.કમિશનર પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

admin

Leave a Comment